Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વિરમગામ તાલુકાના શાહપુરમાં પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ અપાયો

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શાહપુર ગામમાં પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, લખુભા મોરી, કિરીટસિંહ ગોહીલ, મફાભાઇ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી ડી ડી ગોહીલ, નાયબ મામલતદાર જી એમ ગોહીલ, વિજય રાવલ સહીતના પદાધીકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

  . આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા, મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ,  બ્લડ પ્રેશર, ડાયાબીટીસ તપાસ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહીતી તથા લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહીતી પુરી પાડવામાં આવી હતી. શાહપુર ગામમાં સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(7:34 pm IST)