Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવો: ત્રણને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ખેડા: જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના જુદા-જુદા બે બનાવો બન્યાં હતાં. જેમાં ચકલાસી નજીક અચાનક બ્રેક મારવાથી ટ્રક પલટી ખાતાં ટ્રકના ચાલકને ઈજા પહોંચી હતી. જ્યારે નડિયાદ તાલુકાના ડભાણ ચોકડી નજીક રીક્ષાની અડફેટે એક્ટિવા પર સવાર દંપતીને ઈજા પહોંચી હતી. બંને બનાવો અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી ઓવરબ્રિજ નજીક આવેલ શંકરાચાર્ય આશ્રમ પાસેના રોડ પરથી ગતરોજ સવારના સમયે ટ્રક નં આરજે ૨૭ જીબી ૯૦૨૭ પુરપાટ ઝડપે જઈ રહી હતી. દરમિયાન માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી એક સ્લીપર બસના ચાલકે ટ્રકની ઓવરટેક કરી આગળ જઈ કોઈ કારણોસર ઓચિંતી બ્રેક મારી હતી. આગળ જતી બસ સાથે પોતાની ટ્રક ના અથડાય તે માટે ટ્રકના ચાલકને પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. જો કે પુરપાટ ઝડપે પસાર થતી ટ્રકને અચાનક બ્રેક મારવાથી ટ્રક હાઈવેની રેલીંગ સાથે ઘસડાઈ આગળનું ખાલી સાઈડનું ટાયર નીકળી જતા રેલીંગ તોડી નીચે બસ ખાડામાં પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકના ચાલક સુખલાલ માગુજી રબારી (રહે.રાજુપુરા,જિ.ભીલવાડા,રાજસ્થાન) ને ઈજા પહોંચી હતી તેમજ ટ્રકને નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)