Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કપડવંજના મુવાડા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં: છત પરથી પોપડા પડ્યા: વેકેશન હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી

કપડવંજ :તાલુકાના લાડુજીના મુવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાનુ મકાન જર્જરીત બન્યુ છે.તાજેતરમાં છત પરથી પોપડા પડયા હતા.જો કે શાળામાં વેકેશન ચાલતું હોવાથી મોટી હોનારત થતા બચી હતી. અંગે સત્વરે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.

કપડવંજ તાલુકાના લાડુજીના મુવાડા ગામે આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં નબળા અને જર્જરીત હાલતા ધાબા નીચે જીવના જોખમે બાળકો ભણી રહ્યા છે.ભવિષ્યમાં જર્જરીત ધાબુ તુટે ને ભણતા બાળકોને ગંભીર પ્રકારની જાનહાની થાય તેમ છે.

અંગે ગામના સરપંચે  ટી.ડી., પ્રાથણિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગર ખાતે આવેલ શિક્ષણકાર્યલય સુધી રજૂઆત કરી છે.

(5:33 pm IST)