Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

૮૮ તાલુકાઓમાં તોફાની વરસાદઃ ઉમરપાડા સહિત દક્ષિણ ગુજરાતમાં ઝરમરથી ૨ ઈંચ વરસાદ

વાપી, તા. ૮ : કારતક માસના પ્રથમ પખવાડીયામાં પણ મેઘરાજા રાજયના અનેક વિસ્તારોને ધમરોળી રહ્યા છે. દ.ગુજરાત તેમજ ખેડા જીલ્લામાં ઝરમરથી ર ઇંચ સુધીના વરસાદ નોંધાઇ રહ્યો છે.

સામાન્ય રીતે ઓકટોબર માસમાં જ મેઘરાજા વિદાય લઇ લેતા હોય છે, પરંતુ આ વર્ષે હવામાનની બદલાયેલ સ્થિતિની અસર હેઠળ હજુ પણ મેઘરાજા નોટ આઉટ રહી ધમાકેદાર ઇનીંગ રમતા પાક ને ભારે નુકસાન થતા ખેડૂતો માટે કપરી સ્થિતિ સર્જાયેલ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો ઠાસરા પપ મીમી, ઉમરપાડા પ૩ મીમી, અંકલેશ્વર ૩પ મીમી, કુકરમુંડા ર૬ મીમી, આકેલાવ રપ મીમી, ગોધરા ર૪ મીમી, હાંસોટ ર૩ મીમી, ડભોઇ અને છોટાઉદેપુર ૧૯-૧૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

દેસર ૧૮ મી.મી., સંખેડા ૧૭ મી.મી., બોડેલી ૧૬ મી.મી., ઉમરગામ ૧૬ મી.મી., વાલિયા અને ઓલપાડ ૧૪ - ૧૪ મી.મી., કલોલ અને પારડી ૧૨ મી.મી., ડોડિયાપાડા ૧૧ મી.મી. અને છઆ સિવાય અન્ય ૬૪ તાલુકાઓમાં ૧ થી ૯ મી.મી. હળવો વરસાદ નોંધાયેલ છે.

એટલું જ નહિ આજે સવારે ૬ વાગ્યાથી લઈ ૧૦ વાગ્યા સુધીમાં દ. ગુજરાત પંથકમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તાપી પંથકમાં ૧ થી ૭ મી.મી.નો હળવો વસાદ નોંધાયેલ છે.

(3:59 pm IST)