Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મોડાસામાં 2 લાખની લાંચમાં ફરાર LIB કોન્સ્ટેબલ ભરત ઝાલા ACBમાં હાજર : કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

એસીબીના ઓફિસરો હોવાનો અંદાજ આવતા લાંચની રકમ લઈને ભાગી ગયેલ ઝાલા સામેથી હાજર થયો

અરવલ્લી: તાજેતરમાં મોડાસાના જીવણપુર પાસે લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરોનો એક કોન્સ્ટેબલે 2 લાખ રૂપિયાની લાંચ લીધી હતી, પરંતુ અહી એન્ટી કરપ્શન ઓફ બ્યુરોના અધિકારીઓ હોવાનો અંદાજ આવી જતા તે 2 લાખની લાંચની રકમ લઇને ફરાર થઇ ગયો હતો. હવે LIBનો કોન્સ્ટેબલ ભરત ઝાલા સામેથી ACBમાં હાજર થયો છે, મોડાસાની કોર્ટમાં હાજર કરતા તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

   અગાઉ ભૂતકાળમાં દારૂનો ધંધો કરનારા વ્યક્તિને કોન્સ્ટેબલે દમ માર્યો હતો કે વારંવાર જુદા જુદા કેસોમાં તારું નામ આવે છે હવે તારા ઉપર પોલીસ કેસ કરીને તને જેલભેગો કરી દેવામાં આવશે, તેમ કહીને 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદીએ ભરત ઝાલાને સબક શિખવાડવાનું નક્કિ કરીને સમગ્ર કેસની એસીબીમાં જાણ કરી હતી, અંતે તેને લાંચની રકમ સાથે પકડી લેવા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ, પરંતુ તે લાંચના 2 લાખ રૂપિયા લઇને કારમાં ભાગી છૂટ્યો હતો, અને એસીબીએ તેની સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી

(1:39 pm IST)