Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લાખનો એપલ ફોન અને હવે મેયર તથા ડેપ્યુટી મેયર માટે લાખો રૂપિયાની નવી કાર ખરીદવા મામલે વિવાદ

હજુ દોઢ વર્ષ પહેલા જ ખરીદાયેલી કારની કંડીશન સારી હોવા છતાં 36 લાખના ખર્ચે નવી કાર ખરીદાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક વિવામાં સપડાયું છે. વડોદરા કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ ડામાડોળ છે. તેવામાં પહેલા લાખ રૂપિયાનો એપલ ફોન અને હવે મેયર તથા ડેપ્યુટી મેયર માટે લાખો રૂપિયાની નવી કાર ખરીદવાનો મામલો વિવાદમાં આપ્યો છે.

  વડોદરા કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવી છે મેયર અને ડેપ્યુટી મેયર માટે 36 લાખ રૂપિયાના ખર્ચે નવી નક્કોર કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવી છે. હજુ તો મેયર અને ડેપ્યુટી મેયરે લાખ રૂપિયાની કિંમતના ઍપલ ફોન જમા નથી કરાવ્યા. તેવામાં તેમને નવી કાર ખરીદવાનો મામલો આવ્યો છે

  હજુ દોઢ વર્ષ પહેલા જ ખરીદાયેલી કારની કંડીશન સારી હોવા છતાં નવી કાર ખરીદીને મોહ જાગ્યો છે. મેયરે એવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો કે કાર વરસાદમાં ફસાઈ જતાં ખરાબ થઈ ગઈ હતી. જેથી નવી કાર ખરીદવાની જરૂર પડી

   ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ માટે નવી કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર થઈ તો મેયર જીગીશાબેનને જાણે ખોટું લાગી ગયું અને તેમના માટે પણ નવી કાર ખરીદવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઈ ગઈ. ત્યારે નવી કાર ખરીદવા સામે સવાલો ઉઠ્યા છે કે ૨૦૧૪માં ડેપ્યુટી મેયર, ચેરમેન અને વિપક્ષ નેતા માટે ખરીદવામાં આવી હતી. તો હાલ માત્ર ડેપ્યુટી મેયરને જ કેમ કાર બદલવી છે? શું વિપક્ષ નેતા અને ચેરમેનની કાર જૂની નહીં થઈ હોય? પ્રજાના પૈસે કાર ખરીદવાનો શોખ કેમ છે ? તેવા સવાલ ઉઠી રહ્યાં છે

(2:32 pm IST)