Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

સુરતના લીબાયત વિસ્તારમાં લુમ્સના ખાતામાં ભીષણ આગ ભભૂકી :ફાયર વિભાગની દસ ગાડીઓ પહોંચી

સુરતમાં ગણતરીના કલાકોમાં વધુ એક આગની ઘટના બનીછે. લીંબાયત વિસ્તારમાં લુમ્સના ખાતામાંભીષણ આગ લાગી છે. સુરત ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળેપહોંચ્યો છે. આગ પર નિયંત્રણ માટે અથાગ પ્રયાસો હાથ ધરાયા છે.
 

(11:24 pm IST)
  • નોઈડામાં સિલિન્ડર ફાટ્યું : એકનું મોત : નોઈડા સેક્ટર 22 ચોળા ગામના આરડી પબ્લિક સ્કૂલ આપશે એક મકાનમાં ગેસના બે સિલિન્ડર ફાટવાથી મકાનમાં આગ ભભૂકી : આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :રામકુમાર ગુર્જરના મકાનમાં આગ ભભુકતા ભાડુઆતના રૂમમાં સિલિન્ડર ફાટ્યું : દુર્ઘટનામાં એકનું મોત નીપજયું : ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 11:28 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST