Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની 'આગાહી ! : 30મી એપ્રિલે થશે લોકસભા ચૂંટણી : મારી ટિકિટ પાક્કી

આગામી 2019 ટિકિટની દાવેદારી સાથે 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે તેવો દાવો

નૂતન વર્ષના શુભ અવસરે પંચમહાલ જિલ્લાના ભાજપના સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણના નિવાસ સ્થાને શુભેચ્છકોનો જમાવડો જોવા મળ્યો હતો આ પ્રસંગે પોતાની આગામી 2019 માટેની ટિકિટ નક્કી હોવાનું કહીને આગામી 30 એપ્રિલ ના રોજ ચૂંટણીની યોજાવાની જાહેરાત પણ કરી હતી

 

   પંચમહાલ સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાનના માદરે વતન મેહલોલ ખાતે નવા વર્ષની શુભકામના પાઠવવા પરંપરાગત રીતે કતાર બંધ લોકો સાંસદ સભ્યને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવતા નજરે પડ્યા હતા. વિસ્તારના સૌ કોઈ નાના મોટા સાંસદ સભ્યના પગે લાગી આશીર્વાદ મેળવતા હતા મુલાકાતીઓ સાથે આવેલ બાળકોને સાંસદે નવી નોટોની લ્હાણી કરાવતા નજરે પડ્યા હતા.
   આ પ્રસંગે સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે આગામી 2019 ટિકિટની દાવેદારી સાથે 2024-અને 2029માં પણ તેમને જ ટિકિટ મળશે તેવો દાવો કર્યો હતો. એટલું જ નહીં તેમણે આગામી 30 એપ્રિલ 2019 ના રોજ લોકસભા ચૂંટણી યોજાશે તેવી જાહેરાત પણ કરી દીધી.

 

(11:17 pm IST)