Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની બાબત ભાજપનો ચૂંટણી સ્ટંટ : અર્જુનભાઈ મોઢવાડીયા

સરકાર તેની નિષ્ફળતા છુપાવવા પ્રજાનું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરે છે

અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાના મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ મામલે ગુજરાત તેમજ કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબતને ભાજપનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો.હતો  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપની સરકાર પોતાની નિષ્ફળતાઓ પ્રત્યે પ્રજાજનોનું ધ્યાન ભટકાવવા માટે ફરી અમદાવાદનું કર્ણાવતી નામ કરવાનો મુદ્દો ઉછાળી રહી છે.

(10:48 pm IST)