Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

મહેસાણાના સુદાસણા ગામે ગમખ્વાર અકસ્માત :બાઈક સ્લીપ થતા એબ યુવાનોના કરૂણમોત

મહેસાણાના સુદાસણા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સુદાસણા  ગામ પાસે  બાઇક સ્લીપ થવાને કારણે બે બાઇક સવાર યુવાનોના કરૂણમોત નિપજ્યા હતા  જયારે એક યુવાન ઘાયલ થયો છે. તહેવારના દિવસે ઘરમાં મોતના કારણે મૃતકનો પરિવાર શોકતુર થઇ ગયો છે.  જાણવા મળ્યા મુજબ મૃતક અને ઘાયલ યુવાનો બોકરવાળા ગામના રહેવાસી હતા અને નવા વર્ષ નિમિત્તે સ્નેહીજનોને મળવા જઇ રહ્યા હતા. ત્યારે તેઓ મોતને ભેટયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(10:46 pm IST)