Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ખેડાના પોરડા નજીક સર્જાયેલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં પોરડા તેમજ ચકલાસીના લાખાનગર નજીક સર્જાયેલા અકસ્માતમાં બેને ઈજાઓ થવા પામી હતી. આ અંગે જે તે પોલીસ મથકે અકસ્માતના ગુનાઓ દાખલ થવા પામ્યા હતા. 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના પોરડા ચોકડી પાસે રહેતા ફતેસિંહ શાંતિભાઈ રાઠોડ ગઈકાલે સવારે રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે પૂર ઝડપે હંકારી આવેલ મોટર સાયકલ નં. જીજે ૦૧ સી ૬૯૪૬ ચાલક રાહદારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બાઈકની ટક્કર વાગતા ફતેસિંહ રાઠોડને રોડ પર પડી જતા શરીર ઉપર ઈજા થઈ હતી. 

જ્યારે બીજા બનાવમાં ચકલાસી તાબે લાખાનગરમાં મહેશભાઈ લ-મણભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. ગત તા. ૫-૧૧-૧૮ના રોજ તેમની દીકરી ઉર્વીશાબેન (ઉંમર ૬ વર્ષ) રમતી હતી ત્યારે મોટર સાયકલ નં. જીજે ૨૩ ડી ૦૬૬૮ બાળકીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં ઉર્વીશાને જમણા પગના સાથળે ઈજા થઈ હતી.

(8:27 pm IST)