Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સુરતમાં કાપડના વેપારી સાથે 31.35 લાખની ખરીદી કરી પિતા-પુત્રએ છેતરપિંડી આચરી

સુરત:રીંગરોડની અંબાજી માર્કેટમાં દુકાન ધરાવતા વેસુના સાડી વેપારી પાસેથી તેમના જ કોમ્પલેક્ષમાં રહેતા અને અંબાજી માર્કેટમાં જ દુકાન ધરાવતા પિતા- બે પુત્રોએ રૂ. ૩૧.૩૫ લાખની સાડી ખરીદી પેમેન્ટ કર્યુ નહીં.

મૂળ બિહારનાં વતની અને સુરતમાં વેસુ વીઆઈપી રોડ નંદનવન-૧ માં રહેતા આશિષભાઈ જીવણલાલ ખેતાન રીંગરોડ અંબાજી માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. વેસુના નંદનવન-૩ માં રહેતા અને અંબાજી માર્કેટમાં જ દુકાન ધરાવતા મૂળ ફરકાબાદના પિતા-બે પુત્રો શિવનંદન સુખનંદન દુબે- અર્પિત અને આલોકે ગત ફેબુ્રઆરી ૨૦૧૮ થી જુલાઈ ૨૦૧૮ દરમિયાન આશિષભાઈ પાસેથી કુલ રૂ. ૩૧,૩૪,૮૩૬ ની મતાની સાડીઓ ખરીદી હતી.

પિતા-પુત્રોએ પેેમેન્ટ પેટે આપેલા ચેક બેલેન્સના અભાવે રીટર્ન થતા આશિષભાઈએ ઉઘરાણી કરી તો પિતા-પુત્રોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આશિષભાઈએ ગતરોજ પિતા-પુત્રો વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા એએસઆઈ ભાવિષાબેને વધુ તપાસ હાથ ધરી છે.

(7:40 pm IST)