Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

સુરત: ઓનલાઇન કપડાં મંગાવતી કંપનીના નામે ફોન કરી ગઠિયાએ યુવાનના ખાતામાંથી 88 હજાર રૂપિયા સેરવી લીધા

સુરત:એ.સી. રીપેરીંગનું કામ કરતા રામપુરાના યુવાને ઓનલાઈન કપડાં મંગાવતા કંપનીના નામે ફોન કરી ગઠીયાએ શીપીંગ ચાર્જ લાગશે કહી યુવાનના એટીએમ કાર્ડની વિગતો મેળવી લઈ તેના એકાઉન્ટમાંથી રૂ. ૮૮,૨૯૧ ઉપાડી લીધા હતા.

રામપુરા ગોવાલીયા ફળિયા અજમેરી પાર્કમાં રહેતા અને એ.સી. રીપેરીંગનું કામ કરતા ૨૦ વર્ષીય વાજુદ્દિન રીયાજુદ્દિન ખાને ગત ૧૭ ઓક્ટોબનરા રોજ કલબ ફેક્ટરીની એપમાં મેન્સ સેલ્ફ કલ્ટીવેશન સુટના કપડાનો ઓર્ડર આપ્યો હતો. તેની કિંમત રૂ. ૧૨૯૪ હતી. ત્યારબાદ ગત બીજી નવેમ્બરે ૧૧ વાગ્યાના અરસામાં એક મોબાઈલ નંબર ઉપરથી વાજુદ્દિનના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો.

(6:57 pm IST)