Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

વડોદરાના નવાપુરામાં પોલીસે જાહેરમાં જુગાર રમતા 14 જુગારીઓની રંગે હાથે ધરપકડ કરી: 2.88 લાખની મતા ઝડપાઇ

વડોદરા:શહેરના નવાપુરા વિસ્તારમાં એસએસસી બોર્ડની ઓફિસ પાસે ગત રાત્રે જાહેરમાં જુગાર રમતા ૧૪ જુગારિયાઓની નવાપુરા પોલીસે ધરપકડ કરી તેઓની પાસેથી ૨.૮૮ લાખની મતા જપ્ત કરી હતી. 

નવાપુરા વિસ્તારમાં એસએસસી બોર્ડની ઓફિસ પાસે ૫૬ ક્વાટર્સમાં ગત રાત્રે કેટલાક યુવકો લાઈટના અજવાળામાં જુગાર રમતા હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા ઝડપાયેલા હિતેશ રમેશ વાળોદરા (નવાપુરા,૫૬ ક્વાટર્સ), રણજીત નગીનભાઈ સોલંકી (ફતેપુરા,મંગલેશ્વરઝાંપા), દેવન કંચનભાઈ સોલંકી (સવાદ ક્વાટર્સ,હરણીરોડ), સતિષ અશોકભાઈ સોલંકી (હરિજનવાસ,ગોયાદરવાજા), રાહુલ રમાકાંત સોલંકી (હરિજનવાસ,ગોયાદરવાજા), ધર્મેશ કાંતિભાઈ પરમાર (મંગલેશ્વર ઝાંપા,ફતેપુરા), મેહુલ જગદીશ વાળોદરા (૫૬ ક્વાટર્સ,નવાપુરા), નીરંજન ચીમનભાઈ સોલંકી (નવાપુરા,હરિજનવાસ), કિરણ ભરતભાઈ સોલંકી (નવાપુરા હરિજનવાસ), વિનોદ ચંદ્રકાન્ત સોલંકી (ફતેપુરા,હરિજનવાસ),  રવિ અશોકભાઈ સોલંકી (બકરાવાડી હરિજનવાસ), નિતીન નાનુભાઈ વાઘેલા (નવાપુરા, ૫૬ ક્વાટર્સ), વિનય નરસિંહભાઈ સોલંકી (ગોયાદરવાજા,ચોખંડી), ભાવિન ભુપેન્દ્રભાઈ સોલંકી (વાડી ગોયાદરવાજા)ને ઝડપી પાડયા હતા.

(5:46 pm IST)