Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજપીપળા ચોર્યાસીની વાડી પાસે વરસાદમાં મકાન ધરાશાયી થતા સહાયની માંગ કરતા મકાન માલિક

મકાન પર લોન હોય વીમો પણ કરાવ્યો છતાં ટોટલ લોસ મકાન સામે વીમો પકવવા વીમા કંપની ની આડોડાઈનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ચોર્યાસીની વાડી પાસે અશ્વિનકુમાર ઇન્દ્રસિંહ રાઉલજીનું 60 વર્ષ જૂનું બે ગાળાનું મકાન હોય આ મકાનમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ વડોદરા રહેવા ગયા છે ત્યારે હાલ રાજપીપલામાં પડેલા ભારે વરસાદને પગલે બે દીવાલો વચ્ચે એક અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહેતા આખરે આ દીવાલ ધરાશાયી થઇ ગઈ અને જેને કારણે મકાનનો એક આખો ભાગ તૂટી જતા મકાન પડી ગયું છે હવે આ મકાન બાબતે મામલતદાર નાંદોદ અને ચીફ ઓફીસર રાજપીપલા નગરપાલિકાને જાણ કરવામાં આવી, આ મકાન ઉપર લોન હોય બેન્ક દ્વારા રાજપીપલા પોલીસમાં જાણ કરતા પોલીસે પણ જરૂરી તપાસ કરી છે, આ મકાન પર લોન આપતા  પહેલા બેન્ક દ્વારા વીમો કરાવવામાં આવ્યો હતો પરંતુ હવે વીમા કંપની આડોડાઈ કરી રહી હોવાનો આક્ષેપ મકાન માલિક કરી રહ્યા છે.

 આ બાબતે મકાન મલિક અશ્વિનકુમાર રાઉલજીએ જણાવ્યું હતું કે આ મકાન વષોથી અડીખમ હતું આ વરસાદના પાણીમાં ધોવાણ થયું અને વરસાદને કારણે આ મકાન ધરાશયી થયું હોય સરકાર આ બાબતે જરૂરી  રિપોર્ટ કરે અને મને જે નુકસાન થયું છે તેના માટે સહાય કરે એવી મારી માંગ છે હાલ અમે વડોદરા છે બાકી જો અહીંયા રહેતા હોત તો હોનારત થઇ હોત પણ સદ નસીબે મકાનને જ નુકસાન થયું છે.

(10:25 pm IST)