Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઓલપાડના પારડી ભડોલીમાં વીજળી પડતા એક મહિલાનું મોત : બેને ઇજા

ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી અચાનક વીજળી પડતા ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા ફોટો olpad

બારડોલી :આજે  બપોરના સમયે સમગ્ર સુરત જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન ઓલપાડ તાલુકાના પારડી ભડોલી ગામે ખેતરમાં કામ કરતા મજૂરો પર વીજળી પડતા એક ખેતમજૂરનું મોત થયું હતું. જ્યારે બેને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના પારડી ભડોલી ગામે રહેતા સુહાની મયુર રાઠોડ, પિન્ટુ છના રાઠોડ અને મીના રાઠોડ અન્ય મજૂરો સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે આકાશમાંથી અચાનક વીજળી પડતા ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણ પૈકી સુહાનીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પિન્ટુ રાઠોડ અને મીના રાઠોડને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

(8:42 pm IST)