Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ખેડાના ધરોડામા નજીવી બાબતે બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં એકનું ધારિયું મારીને હત્યા કરવામાં આવતા અદાલતે આરોપીને આજીવન કેદની સુનવણી કરી

ખેડા :તાલુકાના ધરોડામાં તેતર પકડવાના મુદ્દે બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં એકને ધારીયુ મારીને હત્યા કરી નાંખ્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને દાટી દેનાર શખ્સને નડિયાદની કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ખોડાભાઈ શકરાભાઈ ઠાકોર (રહે. ધરોડા, ઠાકોરવાસ, તા.જી. ખેડા) તા. ૨૦-૮-૨૦૧૫ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના સુમારે સીમમાં ગયા હતા. તે વખતે તેમનો મિત્ર ભરતભાઈ પ્રભાતભાઈ ચુનારા મળ્યો હતો. બાદમાં બંને મિત્રો ધરોડા સીમમાં વહેરાવાળા ખેતરમાં ગયા હતા. ભરતભાઈ પ્રભાતભાઈ ચુનારાઓ પાસે ધારીયું તથા ગીલોલ હતી, જેથી તે ખેતરમાં તથા ગાંડા બાવળની ઝાડીમાં ફરતા સસલા તથા તેતરને ગીલોલ વડે પત્થર મારી શિકાર કરવા લાગ્યો હતો. જેથી મિત્ર ખોડાભાઈએ શિકાર કરવાની ના પાડી ઠપકો કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાઈ જઈ ખોડાભાઈને મારવા જતા ખોડાભાઈએ ભરતના હાથમાંથી ધારીયું છીનવી લઈને ભરતભાઈને ધારીયાનો ઝાટકો મારતાં ભરત એકદમ નીચે નમી જતાં માથાના પાછળના ભાગે ડાબી બાજુ ધારીયાનો ઝાટકો વાગી ગયો હતો. જેથી ગંભીર ઈજાઓ થતાં ભરતનું મોત નિપજ્યું હતું. ગભરાઈ ગયેલા ખોડાભાઈએ ભરતની લાશને કાભઈભાઈ લ-મણભાઈ ઠાકોર (રહે. ધરોડા)ની ં વહેળાવાળા નામથી ઓળખાતા સર્વ બ્લોક નં. ૩૨૪૪/૨ વાળા ખેતરમાં લીમડાના ઝાડ નીચે લાશ ખાડો ખોદી જમીનમાં ઉંધી અડધી દાટી દઈ પુરાવાનો નાશ કરી ભાગી ગયો હતો.

(6:19 pm IST)