Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગોધરા નગરપાલિકામાં સભ્યોના સગા-સંબંધીઓની ભરતી માટે ઠરાવ બુકમાં ચેડા થયાનો પર્દાફાશ

નગરપાલિકાના મહેકમમાં આભાસી આંકડાઓ ઉભા કરીને પાંચ કર્મચારીઅોની ભરતી કરી દેવા બાબતે સર્જાયો વિવાદ

ગોધરાઃ ગોધરા ન.પાલિકાના મહેકમના આભાસી આંકડાઓ ઉભા કરીને પાલિકાના કેટલાક કર્મચારીઓ અને સદસ્યોના સગા સંબંધીઓ માટે ૫ કર્મચારીઓની ભરતી કરવા માટે ચીફ ઓફિસરના સતત ધમપછાડાઓના વધુ એક વિવાદાસ્પદ વહીવટમાં ભરતી અને પસંદગી સમિતિની યોજાયેલ બેઠકની ઠરાવબુકમાં છેડા કરવામાં આવ્યા હોવાની હરકતો કારોબારી સમિતિના ચેરમેનના હાથમાં આજરોજ આવી જતા ગોધરા ન.પાલિકાના વહીવટી ક્ષેત્રમાં ભારે ભુકંપ સર્જાયો હોવાનો માહૌલ પ્રસરી જવા પામ્યો હતો. એટલા માટે કે ૫ કર્મચારીઓની ભરતી કરી દેવાના ચીફ ઓફિસરના લોભામણા વાયદાઓને સફળ બનાવવા માટે પાલિકાના સરકારી ડોક્યુમેન્ટ ઠરાવ બુક સાથે છેડાઓ કરવાના ચીફ ઓફિસરના આ અભરખાઓ કાનૂનની નજરોમાં અપરાધ સમાન હોવાની ચર્ચાઓ ખુદ પાલિકાના સત્તાધારી ભા.જ.પ.માં પણ ગંભીર બની છે.!! ગોધરા ન.પાલિકાના પસંદગી સમિતિના સભ્ય અને કારોબારી સમિતિના ચેરમેનએ જે ૫ કર્મચારીઓની બારોબાર ભરતી કરવા સામે પ્રાદેશિક કમિશનરને વિરોધ કરતો સ્ફોટક પત્ર લખ્યો હતો, આજ ચેરમેન ૫ કર્મચારીઓની ભરતી કરવા માટે સહમત થયા હોવાના અંદરખાને ખેલાયેલા વહીવટમાં ભરતી અને પસંદગી સમિતિની બેઠકની એજન્ડા બુકને લાલ કલરમાંથી લીલા કલરના બાઈન્ડિંગમાં ફેરવી દીધા બાદ ઠરાવના મુદ્દાઓના નંબરો સાથે ચેડાં કરીને ૧૪માં નંબરના પાના ઉપર પસંદગી સમિતિના સભ્ય અને કારોબારી ચેરમેનના સહી સાથેનું પાનું સામેલ કરીને ચેડા કરવાના ચીફ ઓફિસરના આ બધા ઈરાદાઓના વહીવટનો પર્દાફાશ કારોબારી સમિતિના ચેરમેનની નજરોમાં આવીને પુરાવાઓ સાથે પર્દાફાશ થતા જ પાલિકા તંત્રમાં ભારે સન્નાટાનો ભૂકંપ પ્રસરી જવા પામ્યો છે.!!

(5:56 pm IST)