Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગુજરાતમાં પેટ્રોલના ભાવ બાબતે શિક્ષણ મંત્રીઍ મૌન સેવ્યુઃ સૌને ધન્યવાદ કહી જીતુ વાઘાણી રવાના થયા

રાજકોટઃ રાજકોટમાં આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જન આર્શિવાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને આજના દિવસે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયે લીટર પહોંચ્યો છે,આ અંગે જ્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પુછવામાં આવ્યું. ત્યારે તેઓએ મૌન સેવ્યું હતુ અને પત્રકારોએ પુછેલા સવાલનો જવાબ ઘન્યવાદ કહીને ચાલતી પકડી હતી.

પેટ્રોલને જીએસટી હેઠળ આવરી લેવા જોઇએ-મનપ્રિતસિંઘ બાદલ

રાજકોટમાં આવેલા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંઘ બાદલે પેટ્રોલના ભાવવધારા પાછળ કેન્દ્ગ સરકારની ભુમિકા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.મનપ્રિતસિંઘ બાદલે કહ્યું હતુ કે સરકારે વધારાની એક્સાઇઝ ડયૂટી અને શેષ લેવાને કારણે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા હતા. સરકારની આ નિતીથી રાજ્ય સરકારોને કોઇ ફાયદો મળ્યો નથી પરંતુ પેટ્રોલનો વધારાનો ટેક્સ સીધો કેન્દ્ર સરકારની તિજોરીમાં જાય છે.સરકારે જો સંતુલન જાળવવું હોય તો પેટ્રોલને જીએસટી અંતર્ગત આવરી લેવું જોઇએ.જો પેટ્રોલ જીએસટી અંતર્ગત આવરી લેવામાં આવશે તો જ ભાવમાં નિયંત્રણ આવી શકશે.

પેટ્રોલની સાથે ખાઘતેલના ભાવ પણ આસમાને

એક તરફ પેટ્રોલના ભાવ આસમાને છે,બીજી તરફ ખાઘતેલોમાં પણ આગ જરતી તેજી આવી છે.રાજકોટ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે.સિંગતેલના ભાવમાં ડબ્બે 100 અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે.એક તરફ મગફળીની આવક થઇ રહી છે અને આ જ સીઝનમાં જ ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે.અને સીંગતેલના ડબ્બો ફરી 2550 થી 2590 રૂપિયા પહોંચ્યો છે.તો કપાસિયા તેલનો ડબો 2425 રૂપિયાએ પહોંચ્યો છે.

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં જ ભાવ વધવાને કારણે આ કૃત્રિમ તેજી છે કે કેમ તે એક સવાલ છે. એક બાજુ કપાસ અને મગફળીની આવકો બીજીબાજુ પામોલીન તેલમાં પણ વૈશ્વિક સ્તરે ભાવ વધારો થયો છે.વેપારીનું કહેવું છે કે ફોરેન ડિમાન્ડ વધતા ભાવ વધ્યા છે.પામોલિન તેલમાં વૈશ્વિક ઉછાળો આવતા અન્ય તેલના ભાવ વધ્યા છે.

(5:40 pm IST)