Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમદાવાદના એસજી હાઇવે ઉપરના જુબિલેશન બેંકવેટ હોલમાં ગેટ ટુ ગેધરના નામે હોલ ભાડે રાખીને દાંડીયા રાસની રમઝટ બોલીઃ પોલીસ ત્રાટકી

કંપનીઓના કર્મચારીઓ ટ્રેડીશનલ કપડામાં આવ્‍યા હોવાથી શંકાના આધારે તપાસ રતા જાહેરનામા ભંગની કાર્યવાહી

અમદાવાદઃ નવરાત્રીમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પાર્ટી પ્લોટમાં ગરમાં આયોજન પર પ્રતિબંધ મુક્યો છે. જો કે, હજી પણ કેટલાક આયોજકો દ્વારા નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ કરી અને બેંકવેટના મેનેજર અને આયોજન કરનાર વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, એસજી હાઈ વે પર આવેલા જુબિલેશન બેંકવેટ હોલમાં એક ખાનગી ટેકનોલોજી કંપની દ્વારા બેંકવેટ હોલ ભાડે લેવામાં આવ્યો હતો. હોલમાં ગેટ ટુ ગેધર રાખવાના બહાને એક દિવસ માટે બેંક્વેટ હોલ ભાડે રખાયો હતો.

જોકે આજે ગેટ ટુ ગેધર દરમિયાન તમામ કંપનીના કર્મચારીઓ ટ્રેડિશનલ કપડામાં આવ્યા હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે ચોક્કસ માહિતીના આધારે રેડ પાડી હતી. કંપનીમાં કરતા તમામ કર્મચારીઓ મ્યુઝિકના તાલે ગરબા રમતા નજરે પડ્યા હતા. જેને પગલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી.

સોલા પોલીસે બેંક્વેટ હોલના મેનેજરની બેદરકારી મામલે મેનેજર અને આયોજન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સોલા હાઇકોર્ટ પોલીસે આ કેસમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:58 pm IST)