Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

તમે અમને થપ્પડ નહી મારો, તમે કામ કરવાની યોગ્ય રીત બતાવશો અમારી ભૂલને સુધારશો : ભુપેન્દ્રભાઇ પટેલ

ઓમકારનાથ સામુદાયિક હોલમાં કોવિડ-૧૯ યોધ્ધાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

ગાંધીનગર, તા. ૮: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે તેમની સરકાર પાસે અનુભવની કમી છે અને આ કારણે ગુજરાતના લોકો તેમની ભૂલને માફ કરી દેશે અને થપ્પડ નહી મારે. ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે તેમની સરકાર પાસે હજુ અનુભવની કમી છે અને તે એવામાં ભૂલ કરી શકે છે પરંતુ તેમણે વિશ્વાસ છે કે લોકો તેમણે કઠોરતાથી નહી લે.

ભૂપેન્દ્ર પટેલે ઓમકારનાથ સામુદાયિક હોલમાં કોવિડ-૧૯ યોદ્ધાઔને સમ્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યુ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સફળતાનો શ્રેય કોઇ એક વ્યકિતને આપવામાં નથી આવી શકતો પણ આ સામૂહિક પ્રયાસનું પરિણામ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ, અમારૂ આખુ મંત્રી મંડળ નવુ છે. જેમાં જોશ છે..મને વિશ્વાસ છે કે તમે (ભૂલ કરવા પર) અમને થપ્પડ નહી મારો. તમે કામ કરવાની યોગ્ય રીત જણાવશો અને અમારી ભૂલને સુધારશો.

મુખ્યમંત્રીએ કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકોની નિસ્વાર્થ સેવા કરવા માટે ભાજપના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે બધાએ વર્ષોથી આ સમર્પણનું પરિણામ જોયુ છે. આટલા વર્ષો બાદ અમે ગાંધીનગર મહાનગરપાલિકા જીતી છે. શું આ પાર્ટી કાર્યકર્તાઓની કડક મહેનત વગર સંભવ છે? જો કોઇ કહે છે કે ભાજપની સફળતામાં ગુજરાતના વ્યકિતનો હાથ છે તો હું વિશ્વાસ નથી કરતો.

મહત્વપૂર્ણ છે કે ભાજપે આ અઠવાડિયાની શરૂઆતમાં મહાનગર પાલિકા બન્યાના ૧૦ વર્ષમાં પ્રથમ વખત ૪૪માંથી ૪૧ બેઠક જીતીને ગાંધીનગર મહાનગરપાલિકા પર જીત મેળવી છે.

(4:00 pm IST)