Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આપઘાત એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, અનેક ગણી સમસ્યાઓને જન્મ આપે છેઃ અજયકુમાર ચૌધરી

અંતે આપઘાતના વધતા જતા બનાવો રોકવા આઇપીએસ અઘિકારીઓ મેદાને, અમદાવાદથી અમલ : આપઘાતનો વિચાર કરતા પહેલા કોઇ મુંજવણ હોય તો મને મળજોઃ ડીસીપી અચલ ત્યાગી : ટોચના માનસિક રોગ નિષ્ણાત દ્વારા દિશા અભિયાન કાર્યક્રમ યોજાયોઃ લોકોને ઘેર પહોંચી હિંમત આપનાર ટીમનું જેસીપી વિગેરે દ્વારા બહુમાન

 રાજકોટ તા. ૮, અગમ્ય કારણોસર આપઘાતના વધતા જતા બનાવો અંગે ચિંતિત પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ ચિંતામાં આવી ફરી આપઘાતના પ્રયાસ ન કરે તે માટે આવા લોકોના ઘેર ખાસ સી ટીમના સભ્યો પહોંચી તેમની સમસ્યાઓ જાણી તેમને કોઈ મુશ્કેલીઓ હોય તો  બેધડક વર્ણવવા અને તેને દૂર કરવાના  ચાલતા અભિયાનને વધુને વધુ લોકો સુધી પહોચાડવા માટે એક ખાસ કાર્યક્રમ અમદાવાદ ખાતે લોક પ્રિય જોઈન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી અને તેમના જેવો જ માનવીય અભિગમ ધરાવતા ઝોન-૫ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા યોજાયો હતો.                             

ઉકત પ્રસંગે માનસિક રોગ નિષ્ણાત ડો. વિશાલ દામાણી, અલુ ઇસ્ટ સંસ્થાના મિલેશભાઈ દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓ સામે કેવી રીતે મુકાબલો કરવો તે બાબતે માર્ગદર્શન આપતો.ડીસીપી અચલ ત્યાગી દ્વારા લોકોને પોતાની સમસ્યા અંગે આપઘાતના વિચાર ન કરવા અને જરૂર જણાયે પોતાનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. ઝોન -૫ ના એસપી, પીઆઇ વિગેરે સ્ટાફ દ્વારા પણ લોકોને સહયોગની ખાત્રી આપેલ.લોકોને ખરા સમગ્ર મદદરૂપ બનનાર સી ટીમનું પણ બહુમાન કરવામાં આવેલ.                                       

 લોકો અને પોલીસ સ્ટાફ અને તેમના પરિવારની સતત ચિંતા કરતા જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી દ્વારા જણાવાયેલ કે આપઘાતનો પ્રયાસ કે વિચાર સમસ્યાનો ઉકેલ નથી. આનાથી તો સમગ્ર પરિવાર બરબાદ થાય છે અને એકની પરેશાની અનેક પરેશાની ને જન્મ આપે છે, તેઓ દ્વારા અચલ ત્યાગી ટીમને આવા સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. 

(4:00 pm IST)