Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મગફળીના ટેકા માટે ૧.૫૬ લાખ ખેડૂતોની નોંધણી

લાભ પાંચમથી ખરીદી : ડાંગર માટે ૧૧૮૩૨ અને મકાઇ માટે ૧૬૨ ખેડૂતો નોંધાયા

રાજકોટ તા. ૮ : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે વિવિધ ખેત ઉપજ ખરીદવા માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી ચાલુ છે. તા. ૧ થી ૩૦ ઓકટોબર નોંધણીનો સમય છે. આજે બપોર સુધીમાં ૧,૫૬,૩૫૨ ખેડૂતોએ મગફળી વેચવા નોંધણી કરાવી છે. આજના એક જ દિવસમાં ૧૦૩૮૮ ખેડૂતો નોંધાયા છે. ડાંગર માટે ૧૧૮૩૨ અને મકાઇ માટે ૧૬૨ તથા બાજરી માટે માત્ર ૧૪ ખેડૂતો નોંધાયા છે.

મગફળીમાં ટેકાનો ભાવ મેળવવા માટે ૨૪૩૦૮ ખેડૂતો ગિર-સોમનાથ જિલ્લામાં નોંધાયા છે. સૌથી વધુ ૩૯૭૮ ખેડૂતો રાજકોટ જિલ્લાના નોંધાયા છે. જુનાગઢ જિલ્લામાં ૧૬૩૯૩ ખેડૂતોની નોંધણી થઇ છે. તા. ૯ નવેમ્બર લાભ પાંચમથી સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે.

(3:37 pm IST)