Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કાલથી એકઝીબીશનનો પ્રારંભઃ કૂર્તિઝમાં ઢગલાબંધ વેરાયટીઓ

જનકલ્યાણ હોલ ખાતે સરારા કૂર્તીસ, લખનવી કૂર્તીસ લખનવી કુર્તીસ જરદોસી વર્ક કૂર્તીસ, પેન્ટ દુપટ્ટા જેવી ૧૦ હજારથી વધુ વેરાયટીઓઃઅમદાવાદના સત્વહ કુર્તીસ દ્વારા આયોજન

રાજકોટ : અમદાવાદનાં સત્વહ કુર્તસ દ્વારા રાજકોટમાં જનકલ્યાણ હોલ, અમીન માર્ગ ખાતે ભવ્ય એકઝીબીશન તથા સેલનું આવતીકાલથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટની રંગીલી પ્રજાને અવનવી ડિઝાઈનના સરારા કુર્તી સેટ, લખનવી કુર્તી, જરોસી વર્ક કતો પેન્ટ દુપટ્ટાની વિવિધ વેરાયટી જેવી ૧૦ હજારથી પણ વધારે આઈટમો ઉપલબ્ધ છે. અમદાવાદનું ખૂબજ જાણીતુ અને ગુજરાતનું સૌથી વિશાળ કુર્તીની આઈટમો બનાવતું સત્વહ કુર્તીસ છે. શરૂ થઈ ગયેલા અને આગામી તહેવારોમાં મહિલાઓને અવનવા કપડા મળી રહે તેવા શુભ હેતુસર આયોજકો દ્રારા આ એકઝીબીશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સેલમાં ૧૦ હજારથી વધુ કોટન, રેયોન, સીલચંદેરી જેવી અવનવી આઈટમો રાખવામાં આવી છે. ખાસ કરીને નવરાત્રી, દિવાળી તેમજ લગ્ન અવસર માટે મહિલાઓ ઉત્સાહથી પહેરી શકે તેવી અવનવી આઈટમ્સ રાખવામાં આવી છે. આ એકઝીબીશન સેલનો સમય સવારે ૧૧ થી સાંજે ૮  સુધીનો રહેશે.

(3:36 pm IST)