Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસ:મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ :તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ

વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.

વડોદરાના ચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદમાં તેના વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ (શારીરક ક્ષમતા ટેસ્ટ) કરવામાં આવ્યો હતો. જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના ઇચ્છિત નમૂના લઈ શકાયા ન હતા.

 વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ જતાં હવે તેને ટેસ્ટ માટે અમદાવાદ લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે DNA માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા છે. તેમના હજુ વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે. જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.

અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેની બાદ પોલીસ તેની સતત શોધી રહી હતી. જેની બાદ પોલીસે અનેક ટીમો બનાવીને શોધખોળ આરંભી હતી.

(1:03 pm IST)