Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ભકડે બળ્યા : ગરીબને ગુજરાન ચલાવવું મુશ્કેલ

વિજયાદશમી બાદ નવું તેલ બજારામાં આવતા ભાવમાં ઘટાડો થવાનું અનુમાન

અમદાવાદ : પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને આંબી ગયા છે તેને કારણે તમામ ચીજવસ્તુઓના ભાવમાં હાલ આગરઝરતી તેજી જોવા મળી રહી છે અને મધ્યમ તથા ગરીબ વર્ગને ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મુશ્કેલ બની ગયું છે. તેવા સમયે સીંગતેલ અને કપાસિયા તેલની બજાર પણ ભકડે બળી રહી છે, પણ વિજયાદશમી બાદ નવું તેલ બજારામાં આવતા ભાવમાં ઘટાડો થશે તેવું માનવામા આવી રહ્યું છે.

(1:01 pm IST)