Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમદાવાદના એસ.જી હાઈવે પર હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 યુવકોની ધરપકડ

હોટલ મુકુંદમાં વસ્ત્રાપુર પોલીસે કરી રેડ: દારૂ અને બિયરની બોટલો પોલીસે કબ્જે કરી

અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 8 યુવકોની પોલીસ ધરપકડ કરી, પોલીસે બાતમી મળતા વસ્ત્રાપુર પોલીસે હોટમાં દરોડા પાડ્યા હતા, પોલીસની આ કાર્યવાહી દરમિયાન દારુ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં આ યુવકો જોધપુર અને સેટેલાઈટના હોવાનું સામે આવ્યું છે,

પોલીસે એસ.જી હાઈવે સ્થિત એક હોટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારુની મહેફિલ માણતા કેટલાક યુવકોને રંગેહાથે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર એસ.જી. હાઈવે નજીક થલતેજ પાસે આવેલા શાંતનું કોમલેક્સમાં છટ્ઠા માળ પર મુકુંદ હોટલમાં કેટલાક લોકો ભેગા થઈને દારૂની મહેફિલ માણતા હતા.

દારૂ મહેફિલ મામલે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળતા દરોડા પાડ્યા હતા, પોલીસે હોટલનો દરવાજો ખોલતા આ યુવકો દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા, પોલીસને જોઈને યુવકોના હોંશ પણ ઉડી ગયા હતા, પોલીસ દ્વારા યુવકોની પૂછપરછ કરતા તમામ યુવકો મિત્રના જન્મ દિવસની ઉજવણી માટે એકઠા થયા હતા, યુવકો ભેગા મળીને દારૂ અને બિયર પાર્ટી મહેફિલ કરતા પોલીસે તમામ લોકોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(12:20 am IST)