Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રીએ ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી

અમદાવાદ :  આજથી માતાજીના નોરતાની ના તહેવારની શરૂઆત થઇ છે. આજે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીમાં માતાજીની આરતીથી પહેલું નોરતું ઉજવ્યુ છે  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે પ્રથમ નોરતે મહાઆરતી કરી હતી. અને માતાજીના આશીર્વાદ લીધા હતા 

અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો છે. ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કરી છે.

આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી

ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, બલરામ થાવાણી, અરવિંદ પટેલ તેમજ પૂર્વ મેયર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા

(11:40 pm IST)