Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

નાંદોદ તાલુકામાં સગીરાને હેરાન કરી મોબાઇલની લૂંટ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમા રહેતી સગીર વયની દીકરીને હેરાન કરી ધમકી આપ્યા બાદ તેના મોબાઇલની લૂંટ કરું નાસી ગયેલા યુવાન વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાની એક 17 વર્ષીય દીકરીને આમલેથા ગામમા રહેતો રાકેશભાઇ મફતભાઇ વસાવા તુ મારી સાથે બોલવાની કે નહી તેમ કહી છેલ્લા પાંચેક માસથી અવાર નવાર સગીરનો રાજપીપલા ખાતે પીછો કરી તા.૦૬/૧૦/૨૦૨૧ ના રોજ રાત્રીના બે થી ત્રણ વાગ્યાના સમયે સગીરાના ઘરમાં ઘૂસી તેનો પગ ખેંચી સગીરા તથા અન્ય જાગી જતા રાકેશ ઘરમાંથી પાછળન દરવાજે ખોલી નાશી ગયેલ ત્યારબાદ સગીરા ઘર બંધ કરી બાજુના ઘરે સુવા ગયેલ ત્યારે સગીરાના ઘરમાં રાત્રીના સમયે આવી રાકેશે બેગમાં મુકેલ સગીરાના અસલ ડોક્યુમેન્ટ આધારકાર્ડ, SBI બેન્ક પ્રતાપનગરની પાસબુક, ધોરણ ૧૦ ની માર્કશિટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, એસ.ટી. બસની પાસ તથા કપડા સળગાવતો હતો તે વખતે આવાજ આવતા ઘરમાં જઈ જોતા દસ્તાવેજો સળગતા જોતા રાકેશે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની પાસેથી મોબાઇલ ફોન કિ.રૂ।. ૪૦૦૦/- ની લુંટ કરી નાશી જતા આમલેથા પોલીસે પોક્સો,લૂંટ સહિતનો ગુનો દાખલ કર્યો છે

(10:35 pm IST)