Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કામસોલી ત્રણ રસ્તા પાસે ફરજ બજાવતા ટીઆરબી જવાનને માર મારી ધમકી આપતા ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કામસોલી ત્રણ રસ્તા પાસે ફરજ પર ઉભેલા ટ્રાફિક જવાન સાથે ઝપાઝપી કરી ધમકી આપવાના કિસ્સામાં આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ થઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર અરવિંદભાઇ માનસીંહભાઇ,હેડ કોન્સ્ટેબલ, તિલકવાડા પોલીસ સ્ટેશનની ફરીયાદ મુજબ તા ૦૬/૧૦/૨૦૨૧ ના કલાક નવ વાગે તે તથા ટી.આર. બી. ભાવેશભાઈ કંચનભાઈ મોચી એક્સિડન્ટ થયેલ તે જગ્યાએ તેમની ફરજ બજાવતા હતા ત્યારે( ૧ ) કમલેશ ભાઈ ઉકેડભાઈ તડવી ( ૨ )રાજેશ ભાઈ અંબુભાઈ તડવી ( 3 ) આશીક ભાઈ ગીરીશભાઈ તડવી ( ૪ ) દિનેશ ભાઈ અંબુભાઈ તડવી ( ૫ ) ઉકેડ ભાઈ મોહનભાઈ તડવી ( ૬ ) અશોકભાઈ ભયલાલ ભાઈ તડવી ( ૭ ) રાજેશભાઈ શંકરભાઈ તડવી ( ૮ ) સચીનભાઈ રમેશભાઈ તડવી) તમામ રહે. કામસોલી ટેકરા તા. તિલકવાડા જી.નર્મદા )તથા બીજા વિશેક માણસો ત્યાં આવી ટી.આર. બી. ભાવેશ ભાઈ સાથે ઝપાઝપી કરી ગળદાપાટુ નો માર મારી તેમની ફરજ મા રૂકાવટ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગ નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:31 pm IST)