Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હાઇકોર્ટ કહ્યું કે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની જોગવાઈનું સરકાર પાલન કરે અને જાહેરનામાની યોગ્ય અમલવારી કરે

જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો : ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે મહત્વનો હુકમ કર્યો

અમદાવાદ :  સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટ કહ્યું કે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની જોગવાઈનું સરકાર પાલન કરે. તેમજ સરકારે બહાર પાડેલા જાહેરનામાની યોગ્ય અમલવારી કરે.

તાજેતરમાં જ સરકારે દિવ્યાંગોને ચાર ટકા અનામતનો લાભ આપવા અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. દિવ્યાંગોને અનામતનો લાભ મળે તે માટે હાઇકોર્ટમાં થયેલી અરજી બાદ રાજ્ય સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી કોર્ટમાં આ બાબતે અરજી કરાઈ હતી. અંધ, મુકબધીર, શારીરિક ખોડ ખાંપણ અને મલ્ટિપલ ડિસેબિલિટી માટે એક એક ટકા અનામત રાખવાની માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખીને અરજીનો નિકાલ કર્યો છે.

 જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષ 2016 ના કાયદા પ્રમાણે અનુસરવા આદેશ કર્યો છે.

(9:03 pm IST)