Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વડોદરા રેપમાં અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાઈ ગયો

વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં પોલીસને સફળતા : આ કેસ સાથે જોડાયેલા બે વ્યક્તિ પકડાતા હવે આ કેસમાં આગળ શું નવું બહાર આવશે તેને લઈને અનેક તર્ક વિતર્ક

વડોદરા, તા. :  હાઇ પ્રોફાઈલ રેપકેસમાં વડોદરા ક્રાઈમ બ્રાંચે ભાગેડુ આરોપી અશોક જૈનની પાલિતાણાથી આજે વહેલી સવારે ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને આજે બીજી પણ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના સયુંકત ઓપરેશનમાં કેસમાં સહ આરોપી અલ્પુ સિંધી હરિયાણાથી પકડાઇ ગયો છે.

અલ્પુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે. ત્યારે આજ એક દિવસમાં કેસ સાથે જોડાયેલા બે વ્યક્તિઓ પકડાઈ જતાં હવે કેસમાં આગળ શું નવું બહાર આવશે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. અત્રે નોંધનીય રહે કે અલ્પુ સિંધી અને પીડિતા વચ્ચે કથિત રુપે મૈત્રી હોવાના આરોપ અશોક જૈનના વકીલે મૂક્યા હતાં. તો કેસમાં અન્ય આરોપી રાજુ ભટ્ટના પોલીસે દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના બીજા દિવસના રિમાન્ડ પણ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

અશોક જૈનની ધરપકડ અંગે એસઆઈટી ચીફ ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હોવાના અહેવાલ મળ્યા હતાં. જોકે તે ત્યાંથી તરત ભાગી છૂટ્યો હતો અને પાલિતાણામાં એક ધર્મશાળામાં ઉતર્યો હતો. દરમિયાન તે પોતાના અમદાવાદના ભત્રીજા સાથે સંપર્કમાં રહેતો હતો. જેના આધારે પોલીસે ભત્રીજાની અટકાયત કરીને કડક પૂછપરછ કરતાં અશોક જૈન પાલિતાણામાં હોવાનું જણાવ્યું હતું અને આજે સવારે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો દરમિયાન તેને દબોચી લેવામાં આવ્યો હતો.

તો સમગ્ર મામલે બૂટલગેર અલ્પુ સિંધી કથિત રીતે પીડિતાનો મિત્ર હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ વ્યક્તિઓનાં નામનું લિસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યાર બાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાઇરલ થઇ હતી . હાલ અલ્પુ ગુનામાં વોન્ટેડ છે. જોકે અંતે પોલીસને તેને ગુડગાઉંથી પકડી પાડવામાં સફળતાં મળી હતી.

(8:45 pm IST)