Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે

ગાંધીનગરમાં ખાસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે : માણસા ખાતે કુળદેવી માતાના દર્શન-પૂજા કરશે

અમદાવાદ, તા. : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરૂવારે મોડી રાત્રે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં શુક્રવારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. દિવસભર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ રાત્રે કલાકે પોતાના વતન માણસા ખાતે કુળદેવી માતાના દર્શન અને પૂજા કરશે. મહત્વનું છે કે દર વર્ષે નવરાત્રિમાં ગૃહમંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે. શુક્રવારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અમિત શાહ શુક્રવારે સાંજે .૪૫ કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટોલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સાંજે .૧૫ કલાકે સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કુલ નવીન મકાનનું લોકાર્પણ કરવાના છે. અહીં ગૃહમંત્રી એક ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.

સાંજે .૩૦ કલાકે અમિત શાહ પાનસર ગામ તળાવની મુલાકાત લેશે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ કરવાના છે. અહીં સરકારની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરી જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ અમિત શાહ સાંજે કલાકે માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. રાત્રે કલાકે બહુચરાજી માતાજીના મંદિરે દર્શન અને આરતી કરશે.

(8:48 pm IST)