Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

દશેરાના પર્વે સુરતમાં મેઘરાજાની પધરામણી : અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ : ભારે પવન સાથે વરસાદ પડવાથી વેસુ વિસ્તારમાં રાવણનું પુતળુ નમી ગયું

 

સુરત: દશેરાના પર્વે સુરતના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. વરાછા, કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો.

સુરતના  અડાજણ રાંદેર પાલ સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જ્યારે અનેક વિસ્તારમાં દશેરાને અનુલક્ષીને રાવણ દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જે વરસાદ પડતા લોકોના ઉત્સાહ ઓછો થઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાથી વેસુ વિસ્તારમાં રાવણનું પુતળુ નમી ગયું હતું.

(12:06 am IST)