Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

દશેરાએ મોડાસામાં જૈન દેરાસર વિસ્તારના મકાનમાં પરિવાર ઊંઘતો રહયો અને 1 લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર

અખબારની એજન્સી ધરાવતા જયેશ ગાંધીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા

મોડાસા : દશેરાના દિવસે મોડાસા શહેરના જૈનદેરાસર વિસ્તારમાં એક મકાનમાં પરિવાર ઘસઘસાટ ઉંઘતો રહ્યો અને તસ્કરોએ ત્રાટકી ૧ લાખ રૂપિયાથી વધુની ચોરી કરીને ફરાર થયા છે મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 આ અંગે મળતી વિગત મુજબ મોડાસા શહેરના પરબડી વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં સમાચાર પત્રોની એજન્સી ધરાવતા જયેશ ગાંધીના મકાનમાં નવરાત્રીના નવમાં નોરતે ઘરમાં ઘસઘસાટ પરિવાર ઉંઘતો હતો અને બહારથી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં તિજોરી અને કબાટમાં તોડફોડ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી એક લાખ રૂપિયાથી વધુની ચોરી કરીને ફુચક્કર થઈ ગયા હતા. પરિવારજનો ઉઠીને બીજા રૂમમાં જોતા ચોરી થયાની ખબર પડતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા શહેરના જૈનદેરાસર વિસ્તારમાં તસ્કરોએ લૂંટની ઘટનાને અંજામ અપાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો મોડાસા ટાઉનપોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ બની રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

(9:06 pm IST)