Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

દશેરાએ વિરમગામમાં ૫૦૦૦ કીલો ચોળાફળી ૬૦૦૦ કીલો જલેબી, ૨૫૦૦ કીલો ફાફડાનુ વેચાણ

વિરમગામવાસીઓ ૩૦થી વધુ ફરસાણની દુકાનોમાંથી ૧૫ થી ૨૦ લાખ રૂપીયાના ફાફડા, જલેબી, ચોળાફળી ઝાપટી ગયા

 વિરમગામ : નવરાત્રીની પૂર્ણતાની સાથે જ દશેરાના દિવસે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં મંગળવારે વિજયાદશમીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ પંથકમાં ચોળાફળી-જલેબીની જયાફત સાથે જ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ વાસીઓએ વધેલા ભાવની પરવા કર્યા વગર હોંશે હોંશે ચોળાફળી-જલેબી અને ફાફડા આરોગ્યા હતા

   . વિરમગામમાં વહેલી સવારથી જ ચોળાફળી- ફાફડા-જલેબીની ખરીદીમાં ભારે ધસારો જોવા મળી હતી. વિરમગામ પંથકમાં ૫૦૦૦ કીલો ચોળાફળી, ૬૦૦૦ કીલો જલેબી, ૨૫૦૦ કીલો ફાફડાનુ દશેરાના દિવસે  ૩૦ થી વધુ ફરસાણની દુકાનોમાં વેચાણ થયો હોવાનો અંદાજ છે

  . વિરમગામવાસીઓ દશેરાના દિવસે ૧૫ થી ૨૦ લાખ રૂપીયાના ફાફડા, જલેબી, ચોળાફળી ઝાપટી ગયા હતા. આ તડાકાનો લાભ લેવા માટે ફરસાણના કેટલાક વેપારીઓએ સામાન્ય દિવસોની સરખામણીએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. દશેરાને અનુલક્ષીને કેટલીક જાણીતી ફરસાણની દુકાનોમાં  પ્રતિકિગ્રા ચોખ્ખા ઘી ની જલેબીની રૂ.૪૦૦ની આસપાસ કિંમત રાખવામાં આવી હતી,. આ ઉપરાંત ચોળાફળીની કિંમત સરેરાશ રૂ. ૨૦૦ની આસપાસ રાખવામાં આવી હતી. ફરસાણના વેપારીઓ દ્વારા તંબુઓ બાંધીને જે વેચાણ કરવામાં આવ્યુ હતુ.

  વિરમગામ શહેરના જાણીતા ફરસાણના વેપારીના જણાવ્યા મુજબ, વિરમગામ પંથકમાં દશેરાના દિવસે ચોળાફળી, જલેબી, ફાફડા સહિતના ફરસાણ આરોગીને ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના દિવસે વિરમગામ શહેરમાં આવેલ ૩૦ થી વધુ નાની મોટી ફરસાણની દુકાનોમાં કુલ ૫૦૦૦ કીલો ચોળાફળી, ૬૦૦૦ કીલો જલેબી, ૨૫૦૦ કિલો ફાફડાનુ વેચાણ થયુ હતુ. વિરમગામ વાસીઓ દશેરાના દિવસે ૧૫ થી ૨૦ લાખ રૂપીયાના ચોળાફળી, જલેબી સહિતના ફરસાણ આરોગી ગયા હતા.

(7:38 pm IST)