Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પેટલાદના ડેમોલ નજીક બંધ મકાનમાં ચોરી કરવા ઘુસેલ શખ્સને ગ્રામજનોએ રંગે હાથે ઝડપ્યો: પોલીસ હવાલે કરી ગુનો દાખલ

પેટલાદ: તાલુકાના ડેમોલ ગામે આવેલી આઝાદ ખડકીના એક બંધ મકાનમાં ચોરી કરવા માટે ઘુસેલો શખ્સ નાઈટ રોન ફરતા ગ્રામજનોના હાથે ઝડપાઈ જવા પામતાં તેને મહેળાવ પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી દક્ષેશભાઈ ઉર્ફે લાલાભાઈ મનુભાઈ પટેલની અમૂલ પાર્લર નામની દુકાન આવેલી છે. ગઈકાલે રાત્રીના સુમારે તેઓ દુકાન પર હાજર હતા જ્યારે પત્ની અને પુત્ર ગરબા ગાવા માટે મકાનને તાળુ મારીને ગયા હતા. દરમિયાન એક શખ્સ ત્રાટક્યો હતો અને લોખંડની જાળીને મારેલું તાળુ તોડીને અંદર ઘુસ્યો હતો.

દરમિયાન ગામમાં નાઈટ રોન ફરતા ગ્રામજનો આવી ચઢતાં તેને રંગેહાથે ઝડપી પાડ્યો હતો અને નામઠામ પુછતાં તે ભાલેજ તાબેના કાસોર ગામે રહેતો સંજયભાઈ મગનભાઈ ચુનારા વાઘરી હોવાનું ખુલવા પામ્યું હતુ.

(6:02 pm IST)