Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મહેસાનના કડીમાં 12 દિવસની નવજાત બાળકીને નરાધમ માતાએ હોઝમાં ડુબાડી દેતા અરેરાટી: અદાલતે માતાના કાયમી જામીન નામંજૂર કર્યા

મહેસાણા;કડી શહેર ખાતે ચાર માસ પૂર્વે ૧૨ દિવસની નવજાત બાળકીને પાણીના હોઝમાં ડૂબાડી મોત નિપજાવવાનો ચકચાર ભર્યો બનાવ બન્યો હતો. બાળકીની હત્યા ખુદ તેની જનેતાએ કરતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો. ગુનામાં આરોપી માતાએ મહેસાણા સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જે જામીન અરજી કોર્ટે ફગાવી હતી.

કડીના લુહાર કુઈ વિસ્તારમાં રહેતા મનીષા નરેશભાઈ ખાનચંદાણી (સિન્ધી) ૧૦મેના રોજ પોતાની તાજી જન્મેલી ૧૨ દિવસની બાળકીને મકાનના પાણીના હોઝમાં ડુબાડી હોઝનુ ઢાંકણ બંધ કરી દીધું હતું. ઘટના પ્રકાશમાં આવતા આરોપી સામે કડી સહિત જિલ્લામાં ફીટકારની લાગણી વરસી હતી. મામલે કડી પોલીસે તેણ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. ચાર્જશીટ બાદ આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી સેસન્સ જજ ડી..જોષી સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ભરત પટેલની દલીલો આધારે કોર્ટે આરોપી મનીષાબેન ખાનચંદાણીની જામીન અરજી ફગાવી હતી.

(5:59 pm IST)