Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

૧પ વર્ષ જૂનાં વાહનનું રીપાસિંગ નહીં કરાવો તો રૂ. ૩૬૦૦ દંડ

૧ નવેમ્બરથી અમલની શકયતાઃ પોલીસ પકડશે તો રૂ. એક હજાર દંડ ફટકારાશે

અમદાવાદ તા. ૮ :.. જો તમારું વાહન ૧પ વર્ષ જુનું હશે હોય તો ચેતી જજો તમારું વાહન ભંગારમાં જઇ શકે છે કારણ કે ટ્રાફિકના નવા નિયમો અનુસાર હવે ૧પ વર્ષ જૂના વાહનનું ફિટનેસ સર્ટીફીકેટ મેળવવું ફરજિયાત કરાયું છે. જો આવા વાહનનું ફિટનેસ કરાવ્યું હોય તો વર્ષે રૂ. ૩૬૦૦ નો દંડ થશે અને ટ્રાફિકના નિયમન ભંગ અન્વયે પોલીસ વાહન ચાલકને પકડશે તો વિધાઉટ પાર્સિંગ ગણીને રૂ. ૧૦૦૦ નો દંડ ફટકારશે. તા. ૧ નવેમ્બરથી આરટીઓ અને પોલીસ દંડની કામગીરી કરે તેવી શકયતા છે.

કેન્દ્ર સરકાર ૧પ વર્ષ જુના વાહનોને સ્ક્રેપમાં લઇ જવાની યોજના બનાવી રહી છે. જેનો બહૂ ટૂંક સમયમાં અમલ થવાની  શકયતા છે. હાલમાં આવાં વાહનોને આરટીઓ દ્વારા રીપાર્સિગ કરાવીને પાંચ વર્ષ માટે મંજૂરી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા નવા મોટર વિહિકલ એકટના અમલ બાદ અમદાવાદ આરટીઓમાં માત્ર ૬૦૦૦ જેટલા અંદાજિત વાહનો રી પાસિંગ માટે આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ પાસે વર્ષ ૨૦૦૬ પહેલાંનો રેકોર્ડ નથી તેના કારણે શહેરમાં કેટલા વાહનો જૂના છે. તે જાણી શકાતું નથી વાહન રી પાસિંગમાં આવે ત્યારે જે હવે નવેસરથી આવા વાહનોની નોંધ થાય છે.

આ અંગે એઆરટીઓ એસ.એ.મોજણીદારે જણાવ્યું હતું કે આ બાબત વિચારણા હેઠળ છે હજુ અમલ થયો નથી ત્યારે નાગરિકોએ ચેતીને વાહનનું રી પાસિંગ કરાવીને દંડથી બચી જવું જોઇએ.

આવનારા નવા નિયમ અનુસાર ૧૫ વર્ષ જૂના વાહનો  યોગ્ય કંડિશનમાં છે કેમ રી પાસિંગ કરી તેના સર્ટિફિકેટ માટેના ચાર્જમાં પણ વધારો કરવામાં આવશે. મધ્યમ અને ભારે મોટર વાહનની શ્રેણીમાં આવ તા વાહનોની તપાસ માટે ૧૨૦૦ રૂપિયા અને સ્વસંચાલિત વાહનો માટે ૨૦૦૦ રૂપિયા કરવામાં આવશે.

૧૫ વર્ષ જૂના વાહનો યોગ્ય કંડિશનમાં છે કે તેના સર્ટિફિકેટ માટેના ચાર્જમાં પણ વધારો કરવામાં આવશે. તેના માટે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ 'સુવાસ' એપ્લિકેશન શરૂ કરી છે.

(3:26 pm IST)