Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરાઈ : આધુનિક હથિયારોનું પૂજન કરાયું : ઉચ્ચ અધિકારીઓએ આપી હાજરી

અમદાવાદ : દેશભરમાં દશેરાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ વિજયા દશમીના તહેવારની ઉજવણી કરી હતી  આજના દિવસે સુરક્ષા વિભાગો શસ્ત્રોની પૂજા અર્ચના કરતા હોય છે.

  અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાટર્સખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી. શસ્ત્રપૂજામાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી  જેમાં વિવિધ આધૂનિક હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું 

(1:21 pm IST)