Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાતો હોવાનો વધુ એક વિડિઓ વાયરલ: વાળ પકડીને માર માર્યો

વાયરલ વીડિયો અંકલેશ્વરનો હોવાનું અનુમાન

ભરૂચ : વિદ્યાર્થીઓને માર મારતા વીડિયો અવારનવાર સામે આવતા જ હોય છે ત્યારે વધુ એક વિડિઓ વાયરલ થયો છે જેમાં વાળ પકડીને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મરાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે

  . આ વાયરલ વીડિયો અંકલેશ્વરનો હોવાનું અનુમાન છે. વિદ્યાર્થીઓને માર મરાતો વીડિયો અન્ય વિદ્યાર્થીઓએ ઉતારી વાયરલ કર્યાનું અનુમાન છે

   હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. શિક્ષક વિદ્યાર્થીને માર મારે છે તેનો અવાજ પણ સાંભળી શકાય છે

(9:41 pm IST)