Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સાવલી નજીક કૂનપાડની કેનાલમાં ડૂબી જવાથી બે સગીરના કરૂણમોત

કેનાલમાં નહાવા પડેલા ધોરણ 6માં ભણતાં ભાવેશ ચૌહાણ અને ધર્મેશ ચૌહાણનું મોત

 

વડોદરાના સાવલી નજીક કૂનપાડ ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોના કરૂણમોત નિપજ્યા છે બંને કિશોરો ધોરણ 6માં અભ્યાસ કરતાં હતા, ઘટનાની જાણ થતાં બચાવદળની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા, જો કે સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું.

પ્રાથમિક વિગત મુજબ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા કૂનપાડ ગામે નર્મદાની કેનાલ નીકળે છે, કેનાલમાં ધોરણ 6માં ભણતાં ભાવેશ ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ નામના કિશોરો ન્હાવા પડ્યા હતા. જો કે કેનાલ પાણીના પ્રવાહને કારણે બંને કિશોરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બંને યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે ટૂંકી સારવાર બાદ બંને યુવકોને હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ બંને યુવકોના પરિવારને થતા હ્યદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. તો કૂનપાડ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

(12:44 am IST)