Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ડાંગના વધઇના માનમોડીમાં 20 લાખના ખર્ચે બનેલી ચેકડેમની દીવાલ તૂટી ગઈ

જિલ્લા પંચાયત ઉપપ્રમુખે વિજિલન્સ તપાસની કરી માંગણી

 

ડાંગના વઘઇમાં આવેલા માનમોડી ગામે ગત વરસે અંદાજે 20 લાખના ખર્ચે બનેલા ચેકડેમની દીવાલો તેના તકલાદી કામને કારણે તૂટી જવા પામી છે.

  લોકોના કહેવા પ્રમાણે ચેકડેમના નિર્માણમાં અત્યંત નિમ્ન કક્ષાનું મટિરીયલ વાપરવાના કારણે આમ થયું છે. સામાન્ય વરસાદમાં ડેમની દિવાલો તૂટવાને કારણે ડેમની આસપાસની જમીનનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું છે

 . ચેકડેમ તૂટવાથી ગરીબ આદિવાસી ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાની નોબત ઉભી થવાને કારણે ડાંગ જિલ્લા પંચાયત ઉપપ્રમુખે વિજિલન્સ તપાસ કરાવવાના માંગ કરી છે.

(9:31 pm IST)