Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વાલિયા તાલુકાના સિલુડી ગામમાંથી દીપડાને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

વાલીયા:તાલુકાના સીલુડી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો - હતો. નેત્રંગ વન વિભાગે તેનું સલામત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરી હતી.વાલીયા તાલુકાના સિલુડી ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડા એ દેખા દેતા ગ્રામજનો સીમમાં જતા ડર અનુભવતા હતા.જે અંગે ગામના સરપંચે નેત્રંગ વનવિભાગને જાણ કરતા વનવિભાગે સીમમાં પાંજરૃં ગોઠવ્યું હતું. દરમિયાન ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલો જોતાં તાત્કાલિક નેત્રંગ વનવિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી જંગલમાં સલામત સ્થળે છોડી મુકવા તજવીજ હાથ ધરી છે.

(6:57 pm IST)