Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: એકજ રાતમાં 6 મકાનના તાળા તોડ્યા

ગાંધીનગર: શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે ત્યારે ગઈ રાત્રીએ સરગાસણના રત્નરાજ રેસીડેન્સી અને શ્રીમદ રેસીડેન્સીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને એક પછી એક એમ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા.છ મકાનોના તાળાં તોડી તેમાંથી ર.૪૧ લાખની મત્તા ચોરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. સવારના સમયે વસાહતીઓને આ ચોરી અંગે જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી હતી.પરંતુ હજુ સુધી તસ્કરોનો કોઈ અતોપતો લાગ્યો નથી. તસ્કર ટોળી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. 

 

(6:55 pm IST)