Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ઉમરેઠ: લાલપુરાની સીમમાંથી પસાર થતી નહેરમાંથી યુવાનનો પાણીમાં ગરકાવ

આણંદ: જિલ્લાના ઉમરેઠ તાબે લાલપુુરા સીમમાંથી પસાર થતી મહિનદીમાં એક યુવાનનું ડુબી જતા કરુણ મોત નિપજ્યું હતું. જેમાં મુળ ઓડ ગામે રહેતો આ ઈસમ વેપારી હતો. જેને લાલપુરા પાસે નદી પર પસાર થતા પુલ પર તેનો મોબાઈલ અને બાઈક મુકી આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ યુવાન પુલ પરથી નીચે કુદ્યો કે નીચે નદીમાં ઉતરી પગ લપસતા પડયો તે રહસ્ય હાલ સુધી અકબંધ રહેવા પામ્યું છે. આ ઘટનામાં ઉમરેઠ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ઘટનામાં પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઓડ તાબે સોનાટેકરી વિસ્તારમાં રહેતો ઉમેશ રમેશભાઈ શાહ ઉ.વ.૪૧ જે ગઈ કાલે તેના ઘરેથી નિકળ્યો હતો. આ યુવાને તેનું બાઈક અને મોબાઈલ પુલ વચ્ચે મુક્યું હતું.જ્યારે તેનો મૃતદેહ મહિ નદીમાંથી મળી આવતા પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. 

(6:54 pm IST)