Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

અમદાવાદમાં કોલેજીયનો પર ત્રણ મિત્રોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો

અમદાવાદ:શહેરમાં કોલેજીયનો પર હુમલાના બે અલગ અલગ બનાવો બન્યા હતા. જેમાં HK કોલેજના કંપાઊન્ડમાં એક કોલેજીયન અને તેના મિત્ર પર ત્રણ યુવકોએ ચાકુથી હુમલો કર્યો હતો. જ્યારે સેટેલાઈટમાં આવેલી એક કોલેજના યુવક પર ત્રણ જણાએ ચાકુ અને લોખંડના સળિયાથી હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.પ્રથમ બનાવની વિગત મુજબ સાણંદમાં રહેતો દિગ્વિજયસિંહ પરમાર (૨૪) આશ્રમરોડ સ્થિત HKકોલેજનાં એમ.એ.પાર્ટ-૨ નો અભ્યાસ કરે છે. ૬ ઓક્ટોબર ૨૦૧૮ નાં રોજ બપોરે દિગ્વિજયસિંહ કોલેજના કંપાઊન્ડમાં પાર્કિંગ તેના મિત્રો સાથે બેઠો હતો. દરપમિયાન તેમની પાસે જૈમીન પટેલ, અતુલ ઠાકોર અને કરણ ઠાકોર આવ્યા હતા. જૈમીને તુ કઈ દાતિનો છું એમ પુછતા પરમારે રાજપુત હોવાનું કહ્યું હતું.

(6:52 pm IST)