Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નશાની હાલતમાં દિયરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી સગી ભાભીની હત્‍યાઃ ધરપકડ

સુરત, તા. ૮ : સુરતનાં અડાજણ વિસ્‍તારમાં રહેતા વસાવા પરિવારમાં દીયરે ભાભીની હત્‍યા કરી છે મહિલાની હત્‍યા થયાની જાણ થતા પોલીસે સ્‍થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ᅠ આ અંગે મળતી વિગત મુજબ સુરતનાં અડાજણ વિસ્‍તારમાં આવેલા છાયા આવાસમાં આ વસાવા પરિવાર રહે છે આશા વસાવા નામની પરિણીતાની તેનાં દિયરે જ તીક્ષ્ણ હથિયારનાં દ્યા ઝીંકી હત્‍યા કરી દેતાં ચકચાર મચી હતી દિયરે નશાની હાલતમાં ભાભીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારનાં દ્યા કરતાં આશા વસાવાનું મોત થયું હતું. દ્યટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્‍થળ ઉપર પહોંચી હતી. પોલીસે હત્‍યારા દિયરની ધરપકડ કરી લીધી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્‍યું હતું.

(4:39 pm IST)