Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં ૬ઠ્ઠો એડિશન એકઝિલન્સ એવોર્ડ યોજાયો

અમદાવાદ તા.૬: જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બીજી ઓકટોબરે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે ઇન્ડસ્ટ્રીના એચિવર્ષનું સન્માન સમારોહ યોજાયો હતો. કાઉન્સીલ દ્વારા સતત છઠ્ઠા વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીના વિવિધ આગેવાનો, ક્રાફટસમેન, મેન્યુફેકચર્સ, રિટેઇલર્સ, માર્કેટિંંગ, ડિઝાઇનિંગ અને બ્રાન્ડિંગ સાથે જોડાયેલા ૨૧ મહાનુભાવોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય અને રાજયના મંત્રી શ્રી પરષોતમ રૂપાલા, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે'ગુજરાત ડાયમંડ મેન્યુફેકચરિંગનું હબ છે. તે ઉપરાંત કુંદન જવેલરી, ગોલ્ડ અને સિલ્વર જવેલરીનું પણ હબ છે. સાતથી આઠ લાખ ક્રાફટમેન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ડોમેસ્ટીક માર્કેટ ઉપરાંત એકસપોર્ટમાં પણ ઇન્ડસ્ટ્રીનો સિંહફાળો છે.

(3:30 pm IST)