Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા બાદ યુપી-બિહારના લોકો કરવા લાગ્યા હિજરત : ૧૭ કંપનીઓ SRPની તૈનાત : ૩૪૨ લોકોની ધરપકડ

રાજ્યમાં ૫૦થી વધુ હુમલાની ઘટનાઓથી ખળભળાટ

અમદાવાદ તા. ૮ : સાબરકાંઠાનાં ઢુંઢર ગામમાં ૧૪ માસની બાળકી પર બિહારનાં રવીન્દ્ર ગાંડે નામનાં વ્યકિતએ દુષ્કર્મ આચરતા પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. બાળકી પર થયેલા આ દુષ્કર્મનાં પડઘા સમગ્ર રાજયમાં પડ્યા છે. આ ઘટનાને કારણે રાજયમાં પરપ્રાંતિયો પર હુમલાની અનેક ઘટનાઓ બની છે. છેલ્લા ૭ દિવસમાં રાજયભરમાં પરપ્રાંતિયો પર ૫૦ જેટલી હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

છેલ્લા ૭ દિવસમાં થયેલી ૫૦ જેટલી હુમલાની ઘટનાઓમાં ૭૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પરપ્રાંતિયો પર હિંસક ઘટનાઓમાં પોલીસ અત્યાર સુધી ૩૪૨ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.

(3:17 pm IST)